ચરોતર નાગરિક સહકારી બેંકના કૌભાંડીને અમેરિકાથી અમદાવાદ લવાયો

ચરોતર નાગરિક સહકારી બેંકના કૌભાંડીને અમેરિકાથી અમદાવાદ લવાયો

ચરોતર નાગરિક સહકારી બેંકના કૌભાંડીને અમેરિકાથી અમદાવાદ લવાયો

Blog Article

આણંદની ચરોતર નાગરિક બેન્કમાં આશરે રૂ.77 કરોડનું કથિત કૌભાંડ કરનારા ભાગેડુ બેન્કર વિરેન્દ્ર પટેલને બુધવારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સી સીબીઆઇએ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર ઉતરાતની સાથે વિરેન્દ્રભાઈ મણીભાઈ પટેલની ધરપકડ કરી હતી. આમ ફ્રોડના આશરે બે દાયકા પછી ધરપકડ કરાઈ હતી. 2002માં ગુજરાત પોલીસે રૂ.77 કરોડની છેતરપિંડીના કેસમાં વિરેન્દ્ર પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સીબીઆઈની એક રીલીઝમાં જણાવ્યું હતું કે વિરેન્દ્ર પટેલને ઈન્ટરપોલ ચેનલો મારફત યુએસથી ભારત લવાયો હતો અને અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા સાથે તેની ધરપકડ કરાઈ હતી. ગુજરાત પોલીસે બેન્કમાં રૂ.77 કરોડના ફ્રોડ બદલ તેની સામે આણંદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. તેના પર વિશ્વાસનો ફોજદારી ભંગ, બનાવટી દસ્તાવેજો, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું સહિતના આરોપ મૂકાયા હતાં.

2004માં ગુજરાત પોલીસની વિનંતીને પગલે સીબીઆઈએ ઈન્ટરપોલ દ્વારા પટેલ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરાવી હતી. સીબીઆઈના વૈશ્વિક ઓપરેશન સેન્ટરે, ગુજરાત પોલીસ અને ઈમિગ્રેશન સત્તાવાળાઓ સાથે મળીને આરોપીને ભારતમાં લાવવામાં સફળતા મળી હતી. વધુ તપાસ માટે સીબીઆઇએ તેની કસ્ટડી ગુજરાત પોલીસને સોંપી હતી.

 

Report this page